Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Samkit Group   23 June 2018 3:51 PM

    હે નેમિનાથ દાદા!

     
    અમાસના દિવસે તારી જાત્રા કર્યા બાદ પૂજ્ય ગુરુભગવંતની નિશ્રામાં, શંખ અને વાજિંત્રોના નાદ સાથે થતો પ્રક્ષાલ જોઈને મન આનંદિત થઈ જાય છે..આપની શ્યામવર્ણી મૂર્તિ ઉપર થતો દૂધનો અભિષેક જોઈને ચિત્ત પ્રસન્ન થઈ જાય છે..
     
    અને સાથે મનમાં એક પ્રશ્ન થયો કે
    પરમાત્મા તો શુદ્ધ છે,બુદ્ધ છે, શિવ છે તો આ પરમાત્માને નવડાવવાની શું જરૂર..!?
    શું પ્રભુ પર લાગેલું કેસર વગેરે નીકળી જાય ને મૂર્તિ એકદમ શુદ્ધ થઈ જાય એના માટે પ્રભુનો પ્રક્ષાલ કરવાનો..?
     
    અને પછી, નેમિનાથ દાદા આપની કૃપાથી મારા અંતરાત્મા દ્વારા જ મને ઉત્તર મળ્યો કે પ્રભુ પર લાગેલી અશુદ્ધિ નહિ પણ મારા આત્મા પર લાગેલા કર્મો અને દોષો રૂપી અશુદ્ધિને દૂર કરવા માટે આ પ્રક્ષાલ કરવાનો છે..
     
    આ આત્મા કામ,ક્રોધ,માન અને માયા રૂપી કષાયોથી ખરડાયેલો છે..
    આ દુનિયાની વિષયવાસનાઓ થી ઘેરાયેલો છે..
    અને પ્રભુ આપ તો નિષ્કામી છો,નિર્વિકારી છો અને વિતરાગી છો..
     
    માટે આપના પ્રક્ષાલ દ્વારા મારો કામ અને ક્રોધ શાંત થાય અને માનકષાય અને માયાકષાય દૂર થાય અને સાથે આપના આ પ્રક્ષાલથી મારા આત્મા પર લાગેલા બધા જ પાપકર્મો ધોવાઈ જાય તેવી કૃપા મારા પર વરસાવજે દાદા...
     
     


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE