Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Biren   25 September 2019 6:45 AM

    પ. પૂ. આચાર્યદેવ શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા

    રાજનગરમાં *બાપજી મ. સા.* ના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. રક્ષાબંધનના દિવસે રાજનગરમાં જન્મેલા આ મહાપુરુષની દીક્ષા બાદ કર્મભૂમિ પણ રાજનગર જ રહી. તેમનું મૂળ નામ *‘આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી'* હતું, પરંતુ આબાલવૃદ્ધ બધા પર તેમની વાત્સલ્યમયી અમીદ્રષ્ટિ એવી રહેતી કે, બધા તેમને લાડમાં ‘બાપજી’ કહીને જ બોલાવતા. ત્યારબાદ તેઓ તે નામથી જ પ્રસિદ્ધ થયા. 

    પૂજ્યશ્રીએ દીર્ઘ જીવનકાલ દરમિયાન સંયમ-તપ-જપ દ્વારા અદ્ભુત પવિત્રતાને વિકસાવી હતી. લોકોને તેમના સાંનિધ્યમાત્રથી શાંતિનો અનુભવ થતો હતો. તેમને જોવામાત્રથી મનના વાસના-વિકારો દૂર થતા હતા.

    સંયમની વિશુદ્ધિના કારણે તેમનામાં એક દિવ્ય તેજ વિરાજતું હતું. વચનસિદ્ધ મહાપુરુષ તરીકે તેમની પ્રખ્યાતી હતી.

    *અમદાવાદમાં કોઈને લાંબો તપ કરવો હોય, બ્રહ્મચર્ય વગેરે વિશેષ વ્રત-નિયમના પરચકખાણ લેવા હોય તો ‘બાપજી’ પાસે પહોંચી જવું, તેમનો વાસક્ષેપ પડે એટલે કાર્યસિદ્ધ થયું તેમ સમજો;* આવો અનેકોનો જીવંત અનુભવ છે.

    જ્ઞાનોપાસના તેમના જીવનનું એક અંગ હતું. પીઠ-ફલકના આધાર વગર એકધારા કલાકોના કલાકો સુધી પ્રાચીન મૂળ પ્રતો લખવી-લખાવવી-સંશોધન-પાઠશુદ્ધિ કરવી વગેરે તેમનો પ્રિય વિષય હતો. આ કાર્ય છેક ૯૦ વર્ષની ઉંમર સુધી શરીરે સાથ આપ્યો ત્યાં સુધી તેમણે કર્યા કર્યું.

    અંતે ૧૦૫ વર્ષનું દીર્ઘ આયુષ્ય,દીર્ઘ તપસ્વી,દીર્ઘ સંયમી ભોગવી સમાધિમરણને પ્રાપ્ત કર્યું.

    આ મહાપુરુષ શાસન પરની  અમીદ્રષ્ટિ ને નત મસ્તકે અનંત અનંત વંદન


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE