Menu
  • News paper
  • Video
  • Audio
  • CONTACT US
  • Uday bhai   02 October 2019 11:43 PM

    જૈનોના જમણા હાથે બંધાતી રક્ષા પોટલી અંગેની માહિતી

    જ્યારે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્યારે ઇન્દ્રમહારાજ જન્મ મહોત્સવ  કલ્યાણક ઉજવવા આવે છે તે પહેલાં અલગ અલગ દિશામાંથી 56 દિકકકુમારીકાઓ પણ  પધારે છે કદલીઘર અર્થાત્ કેળના ઘર રચી સુતિકર્મ કરે છે સાથે પ્રભુની ચામર પૂજા, દર્પણપૂજા કરે છે સાથે સાથે ઉત્તર દિશાના કેળના ઘરમાં  અરણીના કાષ્ઠ ઘસી અગ્નિ પ્રગટાવી તેમાં સરસવનો હોમ કરે છે. તેની જે ભસ્મ અર્થાત્ રાખ મતલબ રક્ષાની પોટલી બનાવી તે રક્ષાપોટલી પ્રભુના જમણા હાથે - કાંડે બાંધે છે

    આ અનુસરે આપણે પણ રક્ષાપોટલી બાંધીએ છીએ

    આ રક્ષા પોટલીની અંદર સરસવની ભસ્મ અથવા સરસવની બરાબર  ભસ્મ ન થઈ હોય તો સરસવનો બળેલો દાણો મુકવામાં આવે છે અને આચાર્ય મહારાજ દ્વારા રક્ષાપોટલી માટેના વિશિષ્ટ મંત્ર દ્વારા વાસચૂર્ણથી અભિમંત્રિત  કરવામાં આવે છે..જે ખૂબજ પ્રભાવશાળી છે અને સરસવનો ઉપયોગ નજર અને મેલીવિદ્યાના પ્રયોગોથી રક્ષણ પૂરું પાડે છે

    એમના કલર અંગેની માહિતીમાં આત્માનો છેલ્લું ઠેકાણું સિદ્ધશીલા છે જેનો કલર લાલ છે....

    સિઘ્ધચક્રના પૂજન વખતે લાલ કલર અને ગૌતમ સ્વામીના પૂજન વખતે પીળા કલરની રક્ષાપોટલી બાંધવામાં આવે છે.... સરસ્વતીના પૂજનમાં સફેદ રક્ષાપોટલી હોય છે

    બાંધતી વખતે પણ વિધિકાર કે સાધુ ભગવંતો ના મુખે ખાસ મંત્ર પણ ઉચ્ચારવામાં આવે છે...અને સાથે કોઈ પણ નિયમ માટેનું પચ્ચખાણ આપવામાં આવે છે...

    ભગવાનના શ્રાવક કે શ્રાવિકા છો એનું પ્રતીક કેસરનો ચાંદલો અને રક્ષાપોટલી છે....

    રક્ષાપોટલી એ અતિ પ્રભાવશાળી અને અસરકારક ફળ આપનારી અને રક્ષા કરનારી એક દોરી સાથે બંધાયેલ પોટલી છે....


    STAY CONNECTED

    FACEBOOK
    TWITTER
    YOUTUBE